Virat Kohli ને અમ્પાયર સાથે બોલાચાલી ભારે પડી, BCCIએ મેચ બાદ હવે આ સજા ફટકારી

ADVERTISEMENT

Virat Kohli
Virat Kohli
social share
google news

Virat Kohli Fined, IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રવિવારે (21 એપ્રિલ) કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રોમાંચક મેચ રમાઈ હતી, જેમાં છેલ્લા બોલ પર KKRનો એક રનથી વિજય થયો હતો. પરંતુ આ મેચમાં વિરાટ કોહલી આઉટ થતા ગુસ્સે થઈ ગયો હતો અને મેદાનમાં અમ્યાર સાથે બાખડી પડ્યો હતો.

હવે આ મામલામાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ કોહલીને કડક સજા આપી છે. તેને મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. વાસ્તવમાં, કોહલીને BCCI દ્વારા આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો છે. આ કેસમાં કાર્યવાહી કરતા તેને આ સજા આપવામાં આવી છે.

રાણાના બીમર પર આઉટ થતા કોહલી ગુસ્સામાં

તમને જણાવી દઈએ કે મેચમાં કોલકાતાની ટીમે RCBને 223 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં બેંગલુરુની ટીમે ઝડપી શરૂઆત કરી હતી. કોહલીએ 7 બોલમાં 18 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો

ADVERTISEMENT

ત્યારબાદ હર્ષિત રાણાએ ત્રીજી ઓવરનો પહેલો બોલ (બીમર) કમરથી ઉપર ફેંક્યો, જેના પર કોહલી ઓન સાઈડ પર શોટ મારવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ બોલર હર્ષિતના હાથે કેચ આઉટ થયો હતો.

કોહલીએ બેટ જમીન પર ફેંક્યું, ડસ્ટબિન પર મુક્કો માર્યો

કોહલીએ તરત જ નો-બોલ અંગે ડીઆરએસ લીધું, પરંતુ ટીવી અમ્પાયરે હોક આઈ સિસ્ટમનો ઉપયોગ કર્યો અને જોયું કે કોહલી ક્રિઝથી આગળ વધી ગયો હતો. ટીવી અમ્પાયરને લાગ્યું કે બોલ નીચે જઈ રહ્યો છે તેથી તેમણે તેને આઉટ આપ્યો. આ જોઈને કોહલી ગુસ્સે થઈ ગયો અને ફિલ્ડ અમ્પાયર સાથે બોલાચાલી કરવા ગયો.

ADVERTISEMENT

કેપ્ટન ફાફ ડુ પ્લેસિસે પણ કોહલીનું સમર્થન કર્યું અને અમ્પાયર સાથે વાત કરી. આ તમામનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ડ્રેસિંગ રૂમમાં જતી વખતે કોહલીએ ગુસ્સામાં પોતાનું બેટ જમીન પર ફેંકી દીધું હતું. આટલું જ નહીં તેણે ડસ્ટબીન પર પણ મુક્કો માર્યો હતો. કોહલીના ગ્લોવ્ઝ પણ અહીં પડ્યા હતા. બીસીસીઆઈએ આ વર્તનને ખોટું માન્યું અને કોહલી પર આ દંડ લગાવ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT