સડેલા બટાકા...વાસી બ્રેડ...કિચનમાં ગંદકી જ ગંદકીઃ અમદાવાદના આ પિઝા સેન્ટરના પિઝામાંથી નીકળ્યું પ્લાસ્ટિક

ADVERTISEMENT

Ahmedabad News
અમદાવાદમાં પિઝામાંથી નીકળ્યું પ્લાસ્ટિક
social share
google news

Ahmedabad News: અમદવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા કેટલાક પિઝા આઉટલેટમાંથી ખાસ કરીને પિઝામાંથી જીવાત નીકળતી હોવાની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. શહેરની હોટલો અને રેસ્ટોરન્ટ્સ સ્વચ્છતા જાળવે છે કે નહીં, સારી ક્વોલિટીની વસ્તુઓનો ઉપયોગ કરે છે કે નહીં વગેરેની તપાસ કરવાની જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશનની હોય છે. પરંતુ કોર્પોરેશન આ બાબતની જરાય દરકાર લેતું ન હોય તેવું આજે સામે આવેલા વીડિયો પરથી લાગી રહ્યું છે. 

પિઝા ખાવા માટે ગયો હતો પરિવાર

હકીકતમાં શહેરના ચાંદખેડામાં રહેતો એક પરિવાર  શ્લોક રેસિડેન્સી રોડ ઉપર સરજુ અરેના કોમ્પ્લેક્સમાં આવેલા  The Ocean Pizzaમાં પિઝા ખાવા માટે ગયો હતો. જ્યાં તેઓએ ઓર્ડર કરેલા પિઝામાંથી જીવાત નહીં પરંતુ પ્લાસ્ટીક નીકળ્યું હતું. આ મામલે તેઓએ માલિકને વાત કરતા માલિકે પણ તેમની સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હતું. 

મિત્રને ફોન કરી સમગ્ર હકીકત જણાવી

જોકે, બાદમાં તેઓએ પોતાના મિત્રને ફોન કરીને સમગ્ર હકીકત જણાવતા તેમના મિત્ર  કિરણ ચૌહાણ ત્યાં પહોંચ્યા હતા. જે બાદ તેઓ The Ocean Pizzaના કિચનમાં જતાં તેઓની આંખો પહોંળી થઈ ગઈ હતી. કારણ કે કિચનમાં તો ઊલટી થઈ જાય તેવી ગંદકી હતી, સાથે જ કિચનમાં સડેલા બટાકા અને ફૂગ વળી ગયેલી બ્રેડ પડી હતી. જેનો તેઓએ વીડિયો પણ ઉતાર્યો હતો.    

આ પણ વાંચો

ADVERTISEMENT

રસોડામાં જોવા મળી ગંદકી

કિરણ ચૌહાણે મીડિયા સાથેની  વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા મિત્રએ મને જાણ કરતા હું ત્યાં પહોંચ્યો હતો, જે બાદ પિઝામાંથી પ્લાસ્ટિકનો ટુકડો નીકળ્યાની માલિકને ફરિયાદ કરી તો તેઓએ અમારી સાથે ઉદ્ધતાઇભર્યું વર્તન કર્યું હતું. જ્યારે તેમના આઉટલેટ કિચનમાં તપાસ કરી તો ત્યાં ગંદકી જોવા મળી હતી. તો વાસી વસ્તુઓ પણ મળી આવી હતી.  

શું કરશે AMC કાર્યવાહી?


આપને જણાવી દઈએ કે,  બ્રાન્ડેડ પિઝા હોય કે અન્ય પિઝા આઉટલેટ હોય તેમાં આવી ઘટનાઓ વારંવાર બની રહી છે. ફૂડ વિભાગની ટીમ આવી હોટલ રેસ્ટોરન્ટ કે આઉટલેટમાં ક્યારેય સરપ્રાઈઝ ચેકિંગ કરતી કે પછી કોઈ કડક કાર્યવાહી પણ કરતી નથી. જેથી આવા આઉટલેટના માલિકો બેફામ બની રહ્યા છે અને ગ્રાહકોના સ્વાસ્થ્યને જોખમમાં મુકી રહ્યા છે. ત્યારે હવે કોર્પોરેશન દ્વારા આ મામલે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું....

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT