लाइव

Gujarat News 23 April LIVE Updates: તિહાર જેલમાં કેજરીવાલને ઈન્સ્યુલિન અપાયું, સુગર લેવલ 320 સુધી પહોંચ્યું

Yogesh Gajjar

ADVERTISEMENT

23 April Live News
23 April Live News
social share
google news

Gujarat News 23 April LIVE Updates: ગુજરાતથી લઈને દેશ-દુનિયા સુધી, આજે બનેલી તમામ મહત્વપૂર્ણ ઘટનાઓને લગતા સમાચાર માટે વાંચતા રહો ગુજરાત તક.

लाइव-ब्लॉग समाप्त हुया।

  • 09:57 AM • 23 Apr 2024
    મલેશિયામાં નેવીના બે હેલિકોપ્ટર અથડાતા 10ના મોત

    મલેશિયામાં નેવીના બે હેલિકોપ્ટર અથડાયા. આ અકસ્માતમાં દસ લોકોના મોત થયા છે. મલેશિયાની રોયલ મલેશિયન નેવીના વાર્ષિક કાર્યક્રમના રિહર્સલ દરમિયાન બંને સૈન્ય હેલિકોપ્ટર અથડાયા હતા.

  • 09:53 AM • 23 Apr 2024
    સાળંગપુરમાં હનુમાન જયંતિની ઉજવણી

    સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરમાં આજે હનુમાન જ્યંતીની ઉજવણી થઈ રહી છે. વહેલી સવારથી દર્શન માટે હરિભક્તો ઉમટી પડ્યા હતા. આજે હનુમાન જ્યંતી નિમિતે આખો દિવસ દર્શન માટે મંદિર ખુલ્લુ રહેશે. સી.એમ ભુપેન્દ્ર પટેલ બપોરે 1 વાગ્યે દર્શન માટે પહોંચશે.

  • 09:51 AM • 23 Apr 2024
    કેજરીવાલનું સુગર લેવલ 320 સુધી પહોંચ્યું

    દારૂ કૌભાંડ કેસમાં જેલમાં રહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની બીમારી અને ઇન્સ્યુલિનનો વિવાદ શમતો નથી. ઈન્સ્યુલિનને લઈને આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ઉગ્ર શબ્દોની આપ-લે થઈ રહી છે. દરમિયાન, સમાચાર છે કે તિહારમાં કેજરીવાલને પ્રથમ વખત ઇન્સ્યુલિન આપવામાં આવ્યું છે.

    સૂત્રોના જણાવ્યા અનુસાર જેલમાં કેજરીવાલનું શુગર લેવલ સતત વધી રહ્યું હતું. તેમનું શુગર લેવલ 320 પર પહોંચી ગયું હતું. આ પછી તેમને ઇન્સ્યુલિન આપવામાં આવ્યું. તમને જણાવી દઈએ કે દારૂ કૌભાંડ કેસમાં કેજરીવાલની ધરપકડ બાદ તેમને પહેલીવાર ઈન્સ્યુલિન આપવામાં આવ્યું છે.

follow whatsapp

ADVERTISEMENT