'નાની-મોટી વાતને જતી કરો', પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને ફરીથી શું અપીલ કરી?

ADVERTISEMENT

Parshottam Rupala
Parshottam Rupala
social share
google news

Parshottam Rupala: રાજકોટ લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા હાલના દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. ક્ષત્રિય સમાજ વિશેના તેમના નિવેદનના કારણે તેમનો વિરોધ થઈ રહ્યો છે. આ વચ્ચે પરષોત્તમ રૂપાલા ફરી એકવાર ક્ષત્રિય સમાજને એક થઈને ભાજપ સાથે જોડાવવા અપીલ કરી હતી. મોરબીમાં સોમવારે ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ધાટન હતું. આ દરમિયાન એક સભાના આયોજનમાં રૂપાલાએ 'જય શિવાજી, જય ભવાની'ના નારા લગાવ્યા હતા અને રાષ્ટ્રના કામમાં જોડાવા અને મોદી સાહેબના હાથને મજબૂત કરવા ક્ષત્રિય સમાજને આહ્વાન કર્યું હતું.

ક્ષત્રિય સમાજને પરષોત્તમ રૂપાલાની અપીલ

રૂપાલાએ કહ્યું કે, હું ક્ષત્રિય સમાજને વિનમ્ર અપીલ કરું છું કે દેશની અંદર આ પ્રકારનું શાસન જ્યારે નરેન્દ્રભાઈના શાસનમાં ચાલતું હોય ત્યારે નાની-મોટી વાતને દરગુજર કરીને ક્ષત્રિયો પણ સાથે જોડાય તેવી વિન્રમ અપીલ કરી હતી. આ દરમિયાન પરષોત્તમ રૂપાલાની સાથે સ્ટેજ પર ક્ષત્રિય સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

મોરબીમાં યોજાયો રૂપાલાનો રોડ શો

નોંધનીય છે કે, કાર્યક્રમમાં રૂપાલાનો રોડ શો પણ મોરબીના રવાપર રોડ પર હનુમાન ચાલીસા કથા ગ્રાઉન્ડથી કરવામાં આવ્યો હતો. જે બાદ બહુચર માતાજીના મંદિર સામે રોડ શો પૂર્ણ થયા બાદ સભાનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT